દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું તે ૧૦૦ વર્ષ જુની કુમાર પ્રાથમિક શાળાને પ્રેરણા કેન્દ્ર બનાવવાની તૈયારીઓ હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેને લઈ હાલમાં વડનગરવાસીઓ અને આ સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકોમાં ખુશી જોવા મળી રહી છે.
મહેસાણા જિલ્લાનું વડનગર હાલમાં અનેક રીતે ગુજરાત સહિત દેશ અને વિદેશમાં નામના મેળવી રહ્યું છે ત્યારે વડનગરમાં આગામી દિવસોમાં વધુ એક પ્રકલ્પ તૈયાર થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના વતની છે નરેન્દ્ર મોદીએ વડનગરની ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવ્યું છે અને વડનગરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું તેઓએ વડનગરની કુમાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળાને હવે પ્રેરણા કેન્દ્ર બનાવવામાં આવશે જેને લઈ હાલમાં વડનગર વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે નરેન્દ્રભાઈ જ્યારે આ સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે તેમની સાથે તેમના મિત્ર દશરથભાઈ પટેલ પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં આજે દશરથભાઈ પટેલ પણ ખુશ થઈ રહ્યા છે કે જેમણે જે સ્કૂલમાં અભ્યાસ કર્યો તે સ્ફુલ આજે પ્રેરણા કેન્દ્ર બનવા જઈ રહી છે પહેલા સ્કૂલ આદર્શ સ્કૂલ હતી જ્યારે આ સ્કૂલ પ્રેરણા કેન્દ્ર બનશે અને અનેક લોકો આમાંથી પ્રેરણા લેશે.
નરેન્દ્ર મોદીe આ સ્કૂલમાં ધોરણ 1 થી 7નો સુધી અભ્યાસ કર્યો હતો આ સમય તેમને જુદા જુદા શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવાવમાં આવ્યો હતો નાનપણમાં તેઓ અભ્યાસમાં મધ્યમ હતાં પરંતુ તેમને વ્યાયામમાં ખુબજ રસ હતો અને તેમના શિક્ષક તેમના વિશે જણાવી રહ્યા છે કે તેઓ કદી કોઈનું ખોટું સહન કરતાં નહિ અને બાળપણમાં તેઓ બીજા વિધાર્થીઓને હંમેશા મદદ કરતાં હતાં
આ સ્કૂલને પ્રેરણા કેન્દ્ર બનાવવા માટે રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમના અધ્યક્ષ સ્થાને વડનગર તોરણ હોટલ ખાતે બેઠક યોજવામાં આવી હતી.જેમાં પ્રેઝન્ટેશન રજુ કરાયું હતું. નવી પેઢીને પ્રેરણા મળે તેમજ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે પ્રેરણા કેન્દ્ર બનાવા માટે આ શાળાને નવીન લુક આપવામાં આવશે.