Connect Gujarat
ગુજરાત

મહેસાણા: ઉંઝા હાઈવે પર બિસ્માર બન્યા સર્વિસ રોડ, વાહનચાલકોમાં અકસ્માતનો ભય

મહેસાણાના ઉંઝામાં હાઇ-વે પર ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરીના પગલે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે

X

મહેસાણાના ઉંઝામાં હાઇ-વે પર ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરીના પગલે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સર્વિસ રોડ પર પડેલા મસ મોટા ખાડાને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મહેસાણાના ઊંઝામાં એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ આવેલ છે. જ્યાં રોજ હજારો લોકો આવતાં હોય છે, ઉપરાંત અમદાવાદથી દિલ્હીને આ માર્ગ જોડે છે જેથી અનેક વાહન ચાલકો અને હજારો ટ્રક અહીંથી પસાર થાય છે. પરંતુ હાલમાં આ ઓવરબ્રિજના બાજુમાં જે સર્વિસ રોડ છે તેની હાલત ખુબજ બિસ્માર બની છે. હાલમાં ઓવરબ્રિજના બન્ને બાજુમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડયા છે.

અહીંથી પસાર થતાં વાહન ચાલકો પરેશાન થયા છે. તો બીજી બાજુ અહીં રોડ પર કપચી પાથરવામાં આવી છે જેથી અહીં દર 2 દિવસે ગાડીઓના ટાયરો ફાટવાના કિસ્સો પણ બને છે. રસ્તા પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ વર્તાઇ રહ્યો છે ત્યારે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.

Next Story