Connect Gujarat
ગુજરાત

મહેસાણા : વિસનગરની મહિલાએ પિતાના નિધન બાદ કેન્સર પીડિત માટે વાળનું બલિદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સ્ત્રીના સૌંદર્યમાં વાળ પણ એક જાતના આભૂષણ સમાન છે. હાલના સમયમાં મહિલાઓ કેન્સર પીડિત મહિલા દર્દીઓ માટે વાળનું દાન કરવામાં અગ્રેસર રહી છે.

X

સ્ત્રીના સૌંદર્યમાં વાળ પણ એક જાતના આભૂષણ સમાન છે. હાલના સમયમાં મહિલાઓ કેન્સર પીડિત મહિલા દર્દીઓ માટે વાળનું દાન કરવામાં અગ્રેસર રહી છે. ત્યારે આજે 24 વર્ષની અમી શ્રીમાળી કે જેને પોતાના વાળનું આવી મહિલા ઓ માટે દાન કર્યું હતું. વિસનગર સ્થિત એજ્યુકેશન ઓફ સોશિયલ સાયન્સ એન્ડ રિસર્ચ નામની સંસ્થાની પ્રેસિડેન્ટ તૃપલ પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી બેડ બ્યુટી વર્લ્ડ એન્ડ બેડ બ્યુટી ઇન્ડિયા દ્વારા મહિલાઓના વાળનુ દાન લેવામાં આવી રહ્યું છે અત્યાર સુધી 1600 જેટલી મહિલાઓએ પોતાના વાળનું દાન કર્યું છે અને આ વાળ મુંબઈની એક સંસ્થામાં મોકલીએ છીએ જે વિગ બનાવી કેન્સર ગ્રસ્ત મહિલાઓને નિઃશુલ્ક અપાઈ છે.

ખાસ કરીને સમાજમાં કેન્સર પીડિત મહિલાઓ માથામાં વાળના અભાવે બહાર ફરવામાં સંકોચ અનુભવી રહી છે ત્યારે વાળનું દાન આપનાર મહિલાઓ વાળ કઢાવીને ખુલ્લા માથે સમાજમાં ફરી રહી છે. અમી શ્રીમાળી એ જણાવ્યું હતું કે તેણી ના પિતા કેન્સર પીડિત હતા.જેમની સારવાર દરમિયાન તેને 8 વર્ષ સુધી કેન્સર હોસ્પિટલમાં અનેકવાર પિતાની સારવાર માટે જવાનું થયું હતું એ દરમિયાન હોસ્પિટલમાં કેન્સર પીડિત મહિલાઓ પણ હતી. જ્યાં મહિલાઓને આપવામા આવતી કિમો થેરાપી જેવી સારવાર થી તેમના વાળ ખરી જતા જોયા હતા જેથી તેણે વાળ આવી મહિલાઓ માટે દાન કરવાનું વિચાર્યું હતું. વાળ ડોનેટ કરવા 2 વર્ષ સુધી વાળ વધાર્યાઅને આ માટે તેણીની માતાએ સારું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Next Story