હવામાન વિભાગની આગાહી, આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દેશે દસ્તક

રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.આગામી 7 દિવસ વરસાદની આગાહી છે.

વરસાદ
New Update

રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આગામી 7 દિવસ વરસાદની આગાહી છે.  આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.

ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા,ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા, અમદાવાદ ,આણંદ, પંચમહાલ ,દાહોદ ,મહીસાગર, વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા ,ભરૂચ, સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરાનગર હવેલી ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,બોટાદ ,દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

  

#હવામાનવિભાગ #વરસાદ #ચોમાસું
Here are a few more articles:
Read the Next Article