New Update
ભરૂચના વાલિયામાં યોજાયો કાર્યક્રમ
વાલિયા વાડી માર્ગ પર નિર્માણ પામશે બ્રિજ
4 બ્રિજનું કરવામાં આવશે નિર્માણ
ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર આવેલ ડહેલી,વડ ફળીયા,રાજપરા અને કદવાલી જર્જરિત બ્રિજ આવેલ છે.જે બ્રિજ બનાવવા માટે સ્થાનિકોએ રજુઆત કરતા ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જે રજુઆતને લઈ રૂપિયા 18.10 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. જે મંજૂરી મળતા જ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.ખાતમુર્હુત સાથે સાથે 4 આંગણવાડી, ચાર જેટલી લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Latest Stories