/connect-gujarat/media/media_files/2025/07/18/rainn-2025-07-18-13-10-58.jpg)
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓ માચે 18મી જુલાઈ, 2025 એટલે કે આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા જાહેર કરાયેલા નકશા મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે.
છેલ્લા ઘણાં સમયથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોવાથી ગરમી વધી રહી છે. ફરી પાછો વરસાદ શરૂ થયા તેની લોકો રાહ જોઈ રહ્યાં છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. કારણ કે, વાવણી લાયક તો વરસાદ થઈ ગયો છે. પરંતુ હવે પાછી ગરમી પડતી હોવાથી પાકને નુકસાન થઈ રહ્યું છે. જેથી હવે પિયત માટે વરસાદની જરૂર છે. આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ વરસાદ કેવો થાય છે તેવું ચોક્કસ કહી શકાય નહીં. અત્યારે ખાસ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Monsoon | Monsoon News | Heavy Rain | Ahmadabad