Connect Gujarat
ગુજરાત

મતદાન પહેલાં મોદી માતા હિરાબાને મળ્યા, આવતી કાલે રાણીપ ખાતે કરશે મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

મતદાન પહેલાં મોદી માતા હિરાબાને મળ્યા, આવતી કાલે રાણીપ ખાતે કરશે મતદાન
X

મતદાન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી માતા હિરાબાને મળવા માટે ગાંધીનગર તેમના નિવાસ સ્થાન વૃન્દાવન-2 બંગ્લોઝ ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ગાંધીનગર કમલમ જવા રવાના થઈ ગયા છે. ટૂંક સમયમાં જ ગાંધીનગર કમલમ પહોંચશે. ત્યારે મતદાનની તમામ આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આજે સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.

Next Story