/connect-gujarat/media/post_banners/a4106c59bde9656e0ff3e9752013f1d79e9683bfe76d4695dda5d92a9a4b2a11.jpg)
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ગત તા. 1 જૂનથી અત્યાર સુધીમાં દેશના 55 ટકા વિસ્તારમાં સારો વરસાદ નોંધાવ્યો છે. તો ગત શુક્રવારે ગુજરાત સહિત 20 રાજ્યમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો.
દેશભરમાં અત્યાર સુધીમાં 215 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, જે સિઝનના સામાન્ય વરસાદના ક્વોટાથી 3 ટકા ઓછો છે, જ્યારે ગુજરાત રાજ્યમાં 36%થી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, ગુજરાતમાં આગામી 4 દિવસ મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી લઇ ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
કચ્છમાં સીઝનનો 95% વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રમાં 52%થી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 34%, મધ્ય ગુજરાતમાં 25%, દક્ષિણમાં 28%થી વધુ વરસાદ છે. હવે એકપણ તાલુકામાં 2 ઇંચથી ઓછો વરસાદ નથી નોંધાયો, જ્યારે 42 તાલુકામાં 20થી માંડી 40 ઇંચ સુધી વરસાદ નોંધાય ચૂક્યો છે. જેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોમાસાના પ્રારંભે જ સારો વરસાદ વરસી ચૂક્યો છે.