ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ, છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે,સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે,તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ધમરોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે

New Update
  • રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત

  • વીત્યા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ

  • સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલ જામ્યો

  • રાજ્યમાં પાંચ દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

  • ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી  

ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે,સૌરાષ્ટ્રદક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે,તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ધમરોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે,વીજળીના કડાકા ભડાકા અને વાદળોની ગર્જનાઓ સાથે મેઘરાજાએ પધરામણી કરી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ ડભોઇમાં 6 ઈંચસંખેડામાં 5 ઈંચઉમરપાડામાં 3.5 ઇંચઉમરગામમાં 3.5 ઇંચઆહવામાં 3.5 ઇંચશિહોરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પાલનપુરમાં 2.8 ઈંચખાંભામાં 2.6 ઇંચકામરેજમાં 2.4 ઈંચમાંગરોળ 2.2 ઈંચવઘઇમાં 2.4 ઈંચતારાપુર અને વલ્લભીપુરમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબરાજ્યમાં આજે અમરેલીભાવનગરભરૂચસુરતતાપીડાંગનવસારીવલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠાઅરવલ્લીમોરબીરાજકોટબોટાદજૂનાગઢગીર સોમનાથઆણંદવડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.

જ્યારે 17મી જૂને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અને કચ્છમોરબીસુરેન્દ્રનગરરાજકોટજામનગરઅમરેલીદેવભૂમિ દ્વારકાઅમદાવાદઆણંદખેડાભરૂચસુરતતાપીનવસારીડાંગવલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં 18મી જૂનના રોજ કચ્છજામનગરદેવભૂમિ દ્વારકાપોરબંદરસુરતતાપીનવસારીડાંગવલસાડ જિલ્લામાં અને 19 જૂને ભરૂચનર્મદાસુરતતાપીડાંગનવસારીવલસાડગીર સોમનાથઅમરેલીભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ નવસારીવલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.