મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલ રિમાન્ડ પૂર્ણ થતાં આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો.જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા જયસુખ પટેલ ને જેલ હવાલે કરાયો છે.જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ દરમિયાન કઈ કઈ માહિતી બહાર આવી તે અંગે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જણાવવામાં આવ્યું નથી. મહત્વનું છે કે, પુલ દુર્ઘટના બાદ થી ફરાર જયસુખ પટેલે ગત 31મી ડિસેમ્બરે મોરબીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલ ના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલ ના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.આ મામલે સરકારી વકીલ એસ.કે વોરા નું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જયસુખ પટેલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે.
જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુનો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે ચાર્જશીટમાં જયસુખ પટેલ અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામ ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો હતો. પુલ ખુલ્લો મૂકવા પાછળ જયસુખ પટેલ નો આર્થિક લાભ હોવાનું પણ દાવો કરવામાં આવ્યો હતો. સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો હતો. વધુમાં પુલના બે કેબલ માંથી એક કેબલ નબળા હોવા છતાં સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી.