મોરબી દુર્ઘટના: બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમો જામનગરથી મોરબી જવા રવાના

New Update
મોરબી દુર્ઘટના: બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમો જામનગરથી મોરબી જવા રવાના

મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલ અકસ્માત અન્વયે જામનગર વહીવટી તંત્ર તરફથી બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમોનું ગઠન કરી તાત્કાલિક અસરથી મદદ માટે રવાના કરવામાં આવી છે.

જેમાં આર્મીની 40 જવાનો સાથેની એક ટીમ, એરફોર્સના 27 જવાનો સાથેની એક ટીમ, વાલસૂરા નેવીના 50 જવાનો સાથેની પાંચ ટીમ, મેડીકલના 57 સભ્યો સાથેની 19 ટીમ, જામનગર મહાનગરપાલિકાના 15 કર્મીઓ સાથેની ત્રણ ટીમ તેમજ રિલાયન્સ, નયારા તથા આઈ.ઓ.સી.એલ. ની 3 ટીમ તાત્કાલિક અસરથી મોરબી જવા રવાના કરાઈ છે.

Latest Stories