/connect-gujarat/media/post_banners/dedf6f9aa17e3756f75031a9479a62cabe3d068e54fd91d0021e0fa0a29f69bb.jpg)
મોરબી ઝુલતો પુલ દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે હવે જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો બીજી તરફ, જાહેર હિતની અરજી થતાં હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
દિવાળી અને નવા વર્ષના તહેવાર પુર્ણ થતાંની સાથે જ ગુજરાતમાં જાણે ગ્રહણ બેઠું હોય એમ મોરબીમાં ભયાનક હોનારત સર્જાઈ. મોરબીમાં આવેલ ઐતિહાસિક ઝૂલતો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો, અને થોડા જ સમયમાં આ પુલ તૂટી પડતાં અનેક લોકો મોતને ભેટ્યાં. આ ઘટનાએ ગુજરાત સહિત દેશભરમાં હડકંપ મચાવી દીધો, ત્યારે આ ઘટના પાછળ કોણ છે જવાબદાર? કોની બેદરકારીના કારણે ગયા નિર્દોષ લોકોના જીવ? આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો છે. વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરી છે કે, આ દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક ન્યાયિક આયોગની રચના કરવામાં આવે. અરજીમાં એવું પણ ટાંકવામાં આવ્યું છે કે, એવી રાજ્ય કમીટીની રચના થવી જોઈએ જે આપણા ત્યાં આવેલા જૂના સ્મારકો, પુલોના જોખમને ધ્યાનમાં લે છે. તેની દેખરેખ માટે અંકલન કરે જેથી તેની સુરક્ષા થઈ શકે. એટલું જ નહીં, દરેક રાજ્યમાં એક વિશેષ વિભાગની રચના થવી જોઈએ. જે આવી દુર્ઘટનાઓની ઝડપથી તપાસ કરે. સાથે જ જાહેર ઉપયોગમાં લેવાતી આવી કોઈપણ ઇમારતમાં શ્રેષ્ઠ ક્વોલિટીનું છે કે, નહીં તેનું ચેકિંગ પણ થઈ શકે છે.
રવિવારનો દિવસ ગુજરાત માટે ગોઝારો દિવસ બનીને આવ્યો હતો. તહેવારો બાદ રજાનો દિવસ હોવાથી સૌકોઈ પોતાના પરિવાર અને સ્વજનો, સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળ સાથે મોરબીના ઝૂલતા પુલ પર હરવા ફરવા માટે આવ્યા હતા. જોકે, કમનસીબે તેમને આ પ્રવાસમાં મૃત્યુ મળ્યું, અને આ પ્રવાસ તેમના જીવનનો અંતિમ પ્રવાસ બનીને રહી ગયો.