મોરબી : પત્ની તથા સાસરિયાઓની હેરાનગતિથી ત્રસ્ત યુવાનનો આપઘાત, મોત પહેલા થયો FB LIVE

અગાઉ અમદાવાદની આયશાનો વિડીયો થયો હતો વાયરલ, મોરબીના યુવાન સામે સાસરીયાઓએ કર્યો હતો કેસ.

New Update
મોરબી : પત્ની તથા સાસરિયાઓની હેરાનગતિથી ત્રસ્ત યુવાનનો આપઘાત, મોત પહેલા થયો FB LIVE

મોરબીમાં પત્ની તથા સાસરિયાઓના જુલમ અને ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરી લીધો છે. મોતને વ્હાલુ કરતાં પહેલાં યુવાન ફેસબુક પર લાઇવ થયો હતો અને પોતાની આપવિતિ કહી હતી..

Advertisment

મોરબીમાં પ્રેમલગ્ન કરનારા યુવાનને આખરે ગળેફાંસો ખાઇ મોતને વ્હાલુ કરવાનો વારો આવ્યો છે. મોરબીની ઘટના પહેલા એક નજર ભુતકાળમાં બનેલી અન્ય એક ઘટના પર કરી લઇએ. અમદાવાદની આયશા તેના પતિને ખુબ પ્રેમ કરતી હતી પણ પતિના અન્ય યુવતી સાથે સંબંધો હોવાથી તે આયશાના પ્રેમની કદર કરતો ન હતો. આખરે આયશાએ અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ વિડીયો ખુબ વાયરલ થયો હતો.

આયશા બાદ હવે મોરબીના યુવાનનો વિડીયો સામે આવ્યો છે. મૃતક યુવાનનું નામ કિશન ગૌસ્વામી અને મોરબીના વાવડી રોડ પર રહેતો હતો અને તેણે પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ વૈવાહિક જીવનમાં ખટરાગ ઉભો થયો હતો અને તેની પત્ની તેને છોડીને ચાલી ગઇ હતી. બીજી તરફ સાસરિયાઓએ કિશન સામે કેસ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી રહયો છે. કોર્ટના ચકકર અને સાસરિયાના જુલમથી કંટાળેલા કિશને આપઘાત કરતાં પહેલાં સોશિયલ મિડીયા પર લાઇવ થઇને પોતાની આપવિતિ કહી હતી.

તમે આયશા અને કિશનના અંતિમ વિડીયો બતાવ્યાં... આ બંને વિડીયોમાં એક બાબત ધ્યાન ખેંચે એવી છે. આયશાએ પણ કહયું હતું કે, આવતા જનમમાં તેને મનુષ્ય અવતાર ન આપવામાં આવે .... કિશનને પણ ભગવાનને આવી જ પ્રાર્થના કરી છે... આ બંને વિડીયો માનવી કેટલી હદ સુધી પરેશાન થઇ ગયો હશે તે સુચવે છે.

Advertisment
Latest Stories