અંકલેશ્વરથી નેત્રંગને જોડતા સ્ટેટ હાઇવે પર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

માર્ગ પરથી રોજના સેંકડો વાહનચાલકો પસાર થાય છે પરંતુ માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ક્યાં ચલાવવું તેનો પ્રશ્ન ઉભો થયો છે. માર્ગની બદથીબત્તર હાલત થઈ છે જેના કારણે અનેક વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

New Update
વરસાદી માહોલમાં માર્ગોની બિસ્માર હાલત
અંકલેશ્વરથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર
ઠેર ઠેર ખાડા પડયા
વાહનચાલકોને પારાવાર મુશ્કેલી
માર્ગના તાત્કાલિક સમારકામની માંગ
અંકલેશ્વર થી નેત્રંગને જોડતા સ્ટેટ હાઇવે નો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 
અંકલેશ્વરથી વાલીયા નેત્રંગ અને મહારાષ્ટ્રને જોડતો અતિમહત્વનો માર્ગ ચોમાસાના સમયમાં બિસ્માર બન્યો છે.આ માર્ગ પરથી રોજના સેંકડો વાહનચાલકો પસાર થાય છે પરંતુ માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ક્યાં ચલાવવું તેનો પ્રશ્ન ઉભો થયો છે.
તાજેતરમાં જ અંકલેશ્વરના કોસમડીથી નેત્રંગ સુધીના 37 કી.મી.ના માર્ગના સમારકામ માટે ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું પરંતુ 3-4 મહિનાથી કામગીરી શરૂ થઈ ન હતી જેના કારણે માર્ગની બદથીબત્તર હાલત થઈ છે જેના કારણે અનેક વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાલીયા અને નેત્રંગના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક લોકો ધંધા રોજગાર અર્થે અંકલેશ્વર આવે છે પરંતુ બિસ્માર માર્ગના કારણે તેઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.
આ ઉપરાંત માર્ગ પર પડેલા મોટા ખાડાના કારણે અકસ્માતનો પણ ભય સેવાઈ રહ્યો છે તો સાથે જ ભારે ટ્રાફિકજામની પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ માર્ગ પરથી ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો પસાર થાય છે જેના કારણે માર્ગને વધુ નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી  વાહનચાલકો માંગ કરી રહ્યા છે
#અંકલેશ્વર સમાચાર #વાહનચાલકો #અંકલેશ્વર
Here are a few more articles:
Read the Next Article