મોરબીમાં મોતનું "માતમ" : ઝુલતો પુલ તૂટી પડતાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા, 40થી વધુ લોકોના મોત

મોરબીમાં મોતનું "માતમ" : ઝુલતો પુલ તૂટી પડતાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા, 40થી વધુ લોકોના મોત
New Update

મોરબીની મચ્છુ નદી ઉપર બનાવ્યો હતો ઝુલતો પુલ

બેસતા વર્ષે આ પુલને લોકો માટે મુકાયો હતો ખુલ્લો

ઝુલતો પુલ તૂટી પડતાં લોકો મચ્છુ નદીમાં ખાબક્યા

ફાયર ફાઇટર, 108 સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે

લોકોના બચાવની કામગીરી માટે રેસક્યું હાથ ધરાયું

મોરબીની મચ્છુ નદી ઉપર અંદાજે રૂપિયા 2 કરોડના ખર્ચથી રીનોવેશન કરાયેલ ઝૂલતા પુલનું નવા વર્ષના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આગામી 15 વર્ષ સુધી મેન્ટેનન્સ અને રીપેરીંગની સાથે સમગ્ર જવાબદારી ઓરેવા ટ્રસ્ટને પાલિકા અને સરકાર દ્વારા સોંપવામાં આવી હતી. પરંતુ આજે આ પુલ ખુલ્લો મુક્યાના 5 દિવસમાં જ એકાએક તૂટી પડતાં ભારે અફરાતફરી મચી હતી. દિવાળીના તહેવાર તેમજ રવિવારની રજામાં મોરબી શહેરના જુદાજુદા વિસ્તારના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે આવ્યા હતા.

આ દરમ્યાન પુલ તૂટી પડતાં બ્રિજ પર રહેલા 400થી વધુ લોકો મચ્છુ નદીના પાણીમાં ખાબક્યા હતા, જ્યારે 10થી વધુ લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટના સર્જાતા અનેક લોકો પુલને પકડીને પોતાનો જીવ બચાવવા લટકયા હતા. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવા, ફાયર ફાઇટર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતી, જ્યાં લોકોના બચાવની કામગીરી માટે રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ કચ્છ અને રાજકોટથી તરવૈયા તેમજ 7 ફાયર બ્રિગેડ અને 1 SDRFની ટીમો રવાના થઇ છે, જ્યારે ગાંધીનગરથી 2 NDRFની ટીમ રવાના થઈ છે, ત્યારે હાલ તો ઘટના સ્થળે પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ, તંત્રની બેદરકારીના કારણે આટલી મોટી ઘટના સર્જાય હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

બાઇટ :

#bridge #Morbi ##GujaratPolice #Machhu river #Morbi Gujarat
Here are a few more articles:
Read the Next Article