/connect-gujarat/media/post_banners/82df9523ce877975b33f1df161b136dc152bd00a3edcd1773fc96b513852a72a.jpg)
લગ્ન બાદ આડા સંબંધોમાં નડતર રૂપ પત્નીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહ ખાડામાં દાટી દીધી હોવાની ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી સામે આવી છે, ત્યારે હાલ તો પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લા પોલીસની ગિરફ્તમાં રહેલો શખ્સ છે રમેશ સોલંકી. રમેશ સોલંકીએ ગત એપ્રિલ માસમાં પોતાની જ પત્ની શોભા સોલંકીની ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, પત્નીના મૃતદેહને ખાડામાં દાટી દીધો હતો. ત્યારબાર તે પોતાની પ્રેમિકા અને ચાર ચાર સંતાનોને લઈને સુરત નાસી છૂટયો હતો, જ્યારે મૃતક શોભા સોલંકીના ભાઈ અને પરિવાર દ્વારા લાંબા સમય સુધી માવતરનો સંપર્ક ન કરતા, અને ફોન બંધ આવતા સુરત કમાવવા ગયો હોવાનો આરોપીના પરિજનોમાંથી જવાબ મળતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. બાદમાં નામદાર હાઇકોર્ટમાં ગુમ મહિલાને હાજર કરવાના ફરમાન સામે પોલીસે સઘન શોધખોળ કરીને રમેશ સોલંકી, ચાર સંતાનો અને રમેશ સોલંકી સાથે અન્ય એક મહિલા પણ મળી આવી હતી. જેમાં પોલીસને પ્રથમ ગોળ ગોળ જવાબો આપીને ગુમરાહ કરવાના પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ વટાણા વેરી નાખ્યા હતા. તા. 27 એપ્રિલ 2022ના રોજ પોતાની પત્નીને સુરતથી સાવરકુંડલા લાવ્યા બાદ લીલીયા ગામની અવાવરું જગ્યાએ લઈ જઈ પોતાની જ પત્નીને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારીને ખાડામાં દાટી દીધી હતી, ત્યારે પોલીસે ઘટના સ્થળની અવાવરું જગ્યાએથી મૃતકની ખોપડી મળી આવી હતી. જોકે, હાલ 4 દિવસની રીમાંડ દરિમયાન આડા સંબંધમાં નડતર રૂપ પત્નીની હત્યા કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ પ્રેમિકાના પ્રેમને પામવા પ્રેમી પતિએ કરી હતી. જે અંગે પોલીસે સમગ્ર વિગતો પરથી પરદો ઊંચક્યો હતો.