નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર હૃદય કંપાવનારા દ્રશ્ય, ટેન્કર અને કારની ટક્કરમાં 10નાં મોત

વડોદરા તરફથી આવતી કાર ટેન્કરની પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા

New Update
નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર હૃદય કંપાવનારા દ્રશ્ય,  ટેન્કર અને કારની ટક્કરમાં 10નાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત

રોડની સાઇડમાં ઉભેલ ટેન્કરમાં કાર ધડકાભેર્ત અથડાઇ

અકસ્માતમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં

8 લોકોના ઘટનાસ્થળે, બે લોકોના સારવાર દરમિયાન મોત

કલેક્ટર અને એસપી ઘટના સ્થળે પહોંચ્યા

અમદાવાદ વડોદરા એક્સ્પ્રેસ હાઇવે ઉપર નડિયાદ નજીક કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. વડોદરા તરફથી આવતી કાર ટેન્કરની પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. પોલીસે ચારેય મૃતકોની ઓળખ કરી લીધી છે. જ્યારે અન્ય 6ની ઓળખ માટે તપાસ ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે મૃત્યુ પામેલા લોકો જુદા જુદા શહેરોના રહેવાસી હતા.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કરની પાછળની ટક્કરથી હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કરની પાછળ અથડાતા કારમાં કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જો કે, તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજતાં કુલ મૃત્યુઆંક 10 થયો હતો.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ખેડા જિલ્લા પોલીસ વડા અને કલેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ કહ્યું હતું કે, ટેન્કરમાં ખામી સર્જાઈ હોવાના કારણે રસ્તાની સાઈડમાં ઉભું હતું. ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી અર્ટિગા કાર પાછળથી અથડાઈ હતી. અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળ પર મોત થયા છે. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. તમામ મૃતકોના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ છે. ચાર મૃતકોની ઓળખ થઈ છે. ટેન્કર પુનાથી જમ્મુ જઈ રહ્યું હતું.

Latest Stories