નડિયાદ: રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની લીધી મુલાકાત,જુઓ શું કરી જાહેરાત

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના ખેલાડીઓના ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી મળેલા મેડલ્સ અને નામના બાદ ગુજરાતનું નામ રોશન થાય તેને લઈ રમતગમત મંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે.

New Update
નડિયાદ: રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની લીધી મુલાકાત,જુઓ શું કરી જાહેરાત
Advertisment

રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવી નડિયાદમાં નિર્માણ પામેલ અત્યાધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષની મુલાકાત લઈ કોચ તેમજ ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો.

Advertisment

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના ખેલાડીઓના ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી મળેલા મેડલ્સ અને નામના બાદ ગુજરાતનું નામ રોશન થાય તેને લઈ રમતગમત મંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. જેને પગલે તેઓએ મંગળવારે નડિયાદના અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ની મુલાકાત લીધી. જ્યાં તેઓ વિવિધ રમતોના રમતવીરો અને કોચ સાથે સંવાદ કર્યો હતો. હાલમાં જ બનાવવામાં આવેલી સ્પોર્ટ્સ પોલિસી અંગે સુધારા અંગેના સૂચનો મેળવ્યા હતા. સાથે જ હર્ષ સંઘવીએ ખેલાડીઓને વધુ સારું પ્રદર્શન કરી ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટેની ખાતરી માગી હતી. નડિયાદ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના મુલાકાત દરમિયાન રમતવીરોને મળતા પૌષ્ટિક આહાર અને ડાયટ અંગે પણ ચોક્કસ વિચારણા કરતા રમતવીરોને મળતા દૈનિક ભથ્થામાં વધારો કરી 480 કરી આપવાની જાહેરાત કરી હતી

Latest Stories