નર્મદા : મહારાષ્ટ્રીયન સમાજના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની 108મી પુણ્યતિથિ, ઢોલ નગારા સાથે નીકળી પાલખી યાત્રા

મહારાષ્ટ્રીયન સમાજના ગુરુની આજે 108મી પુણ્યતિથિ, ગરૂડેશ્વર ખાતે ઢોલ નગારા સાથે નીકળી પાલખી યાત્રા

નર્મદા : મહારાષ્ટ્રીયન સમાજના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની 108મી પુણ્યતિથિ, ઢોલ નગારા સાથે નીકળી પાલખી યાત્રા
New Update

નર્મદા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગરૂડેશ્વર સ્થિત દત્ત મંદિરે મહારાષ્ટ્રીયન સમાજના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની 108મી પુણ્યતિથિ નિમિત્તે ઢોલ નગારા સાથે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.

મહારાષ્ટ્રીયન સમાજના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની 108મી પુણ્યતિથિ નિમિત્તે નર્મદા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ગરૂડેશ્વર નદી કિનારે આવેલ દત્ત મંદિરેથી ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાલખી યાત્રા દરમ્યાન ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક અને મધ્યપ્રદેશથી શ્રદ્ધાળુઓ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની પાલખી યાત્રા ગરૂડેશ્વર દત્ત મંદિરથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી, ત્યારે પાલખી યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સ્વામી મહારાજના દર્શન કરી પુષ્પવર્ષા સાથે પૂજન અર્ચન કર્યું હતું.

#Gujarat #Connect Gujarat #Narmada #Maharashtrian #palkhi yatra #Punyatithi #Guru Vasudevanand Saraswati Maharaj
Here are a few more articles:
Read the Next Article