Connect Gujarat
ગુજરાત

નર્મદા : દેશના તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા...

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત ટેન્ટસિટી ખાતે આજથી બે દિવસ માટે દેશના તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની કોન્ફરન્સનું PM નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો.

X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત ટેન્ટસિટી ખાતે આજથી બે દિવસ માટે દેશના તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની કોન્ફરન્સનું PM નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો.

કેવડિયાના ટેન્ટ સીટી ખાતે આજથી બે દિવસ તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજના કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના એકતાનગર ખાતે આયોજીત પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યુ હતું. પીએમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સભાને સંભોધતા જણાવ્યું હતું કે, પર્યાવરણ વિભાગે જાગૃતી લાવવા માટે અલગ અલગ યોજનાઓ બનાવવી પડશે. તે માટે શીક્ષણ વિભાગ અને પર્યાવરણ વિભાગે સાથે રહી કામ કરવું આવશ્યક છે. જેથી આવનારી પેઠીને પર્યાવરણના મહત્વ વિશે સમજાવી શકાશે.

વિદ્યાર્થીઓમાં પર્યાવરણને લઈને જાગૃત્તા આવે તે માટે જરૂરી યોજનાઓ બનાવવી પડશે. જેમાં વૃક્ષોના પ્રકાર વિશે લેખિત સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પર્ધા રાખવી જોઈએ. જેથી આવનારી પેઠીને પર્યાવરણના મહત્વ વિશે સમજાવી શકાશે. આ સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ બનાવવા માટે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા રવિશંકર મહારાજ સહિતના મહાનુભાવો આ રાષ્ટ્રીય પરિષદમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story