નર્મદા : 31મી ઓક્ટોબરે એકતા પરેડમાં 8 પ્લાટુન જોડાશે, PM મોદી રહેશે વિશેષ ઉપસ્થિત...

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

New Update

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં તા. 31મી ઓક્ટોબરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનીજન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આ ઉજવણીમાં સહભાગી થઈને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં 8 પ્લાટૂન જોડાશે. જેમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર ભાગ લેશે.

આ ઉપરાંત તાજેતરમાં જ જે પોલીસ અધિકારી-કર્મચારીઓ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે, તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂન પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ-શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ, સ્કૂલ બેન્ડ પરફોર્મન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories