Connect Gujarat
ગુજરાત

નર્મદા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેવડીયા ટેન્ટસીટી-2 ખાતે ત્રિદિવસીય સમૂહ ચિંતન શિબિરનું આયોજન

નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ટેન્ટસીટી-2 ખાતે ગુજરાત સરકાર દ્વારા ત્રિદિવસીય સમૂહ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે,

X

નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ટેન્ટસીટી-2 ખાતે ગુજરાત સરકાર દ્વારા ત્રિદિવસીય સમૂહ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમૂહ ચિંતન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ટેન્ટસીટી-2 ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ત્રિદિવસીય સમૂહ ચિંતન શિબિરનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ અને વિવિધ વિભાગોના IAS કેડરના ઉચ્ચ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશ્નર અને રાજ્યના વિવિધ જિલ્લાના કલેક્ટર, DDO મળીને અંદાજે 230 જેટલા ઉચ્ચ અધિકારીઓ 10મી ચિંતન શિબિરમાં ભાગ લેશે. ચિંતન શિબિરમાં ભાગ લેવા ગાંધીનગરથી વોલ્વો બસમાં અધિકારીઓ કેવડિયા પહોચ્યા હતા, જ્યાં તમામ અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાહબરી હેઠળ 19થી 21મે દરમિયાન કેવડિયા ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સમૂહ ચિંતન-મંથન કરીને ગુજરાતના વિકાસને વેગ આપવા શિક્ષણ, આરોગ્ય, પંચાયત, વહીવટી સેવાને લગતા વિષયો ઉપર મનોમંથન કરીને રાજ્યના વિકાસને વધુ વેગવાન બનાવવાના ઉમદા આશય સાથે ચિંતન-મનન કરાશે. આ સાથે જ વિવિધ ગ્રુપો દ્વારા વિષય નિષ્ણાંતો દ્વારા પ્રેરક માર્ગદર્શન આપશે. આ પ્રસંગે સ્પીપાના ડાયરેક્ટર જનરલ મહમદ શાહિદ (IAS), સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિજય ખરાડી, SOUના CEO ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી સહિત જિલ્લાની વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story