Connect Gujarat
ગુજરાત

નર્મદા: આધારકાર્ડના CEO ડો. સૌરભ ગર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ડો. સૌરભ ગર્ગ પોહચયા હતા

X

વિશ્વપટલ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ડો. સૌરભ ગર્ગ પોહચયા હતા એકતાના પ્રતિક એવા અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની વિરાટ પ્રતિમાને નિહાળીને ધન્યતાનો ભાવ અનુભવ્યો હતો.

વિશ્વ પટલ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાંથી સરદાર સાહેબની પ્રતિમાનું નિહાળીને ઉર્જા, ઉત્સાહ અને પ્રેરણાની અનુભૂતિ કરતા ડો. ગર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 45 માળની ઉંચાઈએ સ્ટેચ્યુની વ્યૂઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હ્રદય સ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ડો. ગર્ગની સાથે સમગ્ર ટીમે પણ વ્યુઇંગ ગેલેરીમાંથી પ્રાકૃતિક દ્રશ્ય સાથે એક અદભુત સવારનો નજારો માણ્યો હતો.આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્રબિંદુ તરીકે ઉભરી રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન સહિત સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે સરદાર સાહેબે જેવી રીતે અખંડ ભારતના ઘડવૈયા સરદાર સાહેબની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સૌને ગૌરવાન્વિત કરનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર સૌ કોઈ પર્યટકો અહીં આવી ધન્યતાનો ભાવ અનુભવશે અને સૌ માટે પ્રેરકબળ પુરુ પાડશે.

Next Story