નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત પૌરાણિક હરસિધ્ધિ માતાજીનાં મંદિરે રાજપૂત સમાજના યુવક યુવતીઓ દ્વારા તલવાર આરતી દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવી હતી
રાજપીપળા ખાતે 443 વર્ષ પૌરાણિક માઁ હરસિદ્ધિનું મંદિર આવેલું છે અને જ્યા નવરાત્રિનો મેળો ભરાય છે અને નવરાત્રિના માતાજીના મંદિરે દર્શન માટે મોટી ભીડ રહેતી હોય છે. ત્યારે રાજપીપળાની કુળદેવી એવી માઁ હરસિધ્ધિ માતાજીના મંદિરે નવરાત્રિ દરમ્યાન સમસ્ત રાજપૂત સમાજ દ્વારા તલવાર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂતોના શૌર્યનું પ્રતીક સમાન તલવારથી માતાજીની આરતીના તાલ સાથે તલવાર ફેરવી કરતબ કરી માતાજીની આરાધના કરતા યુવાનોને જોવા લોકટોળા ઉમટ્યા હતાં. છેલ્લા બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિને લઈને તલવાર બાજી કરનારા યુવાનો ઓછા રાખવામાં આવ્યા હતા. પરંતુ 2022માં કોરોના મુક્ત થઈ ધામધૂમથી ઉજવણી કરવાની હોય તલવાર આરતીના પણ 9મું વર્ષ હોય ગુજરાત રાજ્ય ભરના સમસ્ત રાજપૂત સમાજના 225 જેટલા યુવાનો માતાજીની મહા તલવાર આરતીમાં જોડાયા હતા. તલવારની કરતબ સૌ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.