Connect Gujarat
ગુજરાત

નર્મદા: ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીના સર્વે અંગે કેન્દ્ર સરકારની ટીમનો સર્વે

કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટરલ ટીમ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચી હતી. કેન્દ્રની ટીમે જિલ્લામાં નુકસાનીના અહેવાલ અને ધોવાઈ ગયેલા નાળા અને રસ્તાની માહિતી મેળવી હતી.

X

કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટરલ ટીમ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચી હતી. કેન્દ્રની ટીમે જિલ્લામાં નુકસાનીના અહેવાલ અને ધોવાઈ ગયેલા નાળા અને રસ્તાની માહિતી મેળવી હતી.

આ વર્ષે નર્મદા સહીત રાજ્યમાં ભારે વરસાદ પડ્યો પ્રથમ વરસાદમાં જ 100 ટકા વરસાદ પડી ગયો છે. જેને લઈએં જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ભારે નુકસાન થયું. જિલ્લામાં રસ્તા ધોવાઈ ગયા અને ખેતીને પણ નુકસાન થયું છે. જે બાબતે નુકસાનીનો અહેવાલ મેળવવા ડેડીયાપાડાની મુલાકાત કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટરલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ ટીમને જિલ્લામાં થયેલ નુકસાન અને પરિસ્થીતી બતાવવા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સાથે કાર્યપાલક ઈજનેર હેમંત વસાવા, સહીત માર્ગ મકાન અને ખેતીવાડી ના અધિકારીઓ હાજર રહ્યાં હતા. ડેડીયાપાડા ખાતે આ ટીમે મોટા સૂકા આંબા ખાતે તળાવ ફાટવાથી થયેલ નુકસાની જે-તે સ્થળની મુલાકાત કરી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયતમાં તમામ ગ્રામ જનોની મુલાકાત લીધી હતી. અને નુકસાનનો અંદાજ મેળવ્યો હતો.

Next Story