Connect Gujarat
ગુજરાત

નર્મદા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાવન સલીલા માઁ નર્મદાના નીરના વધામણાં સહ ચૂંદડી-શ્રીફળ અર્પણ કર્યાં...

નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે, જોકે, હજુ તેની સપાટી વધશે તેવી સંભાવનાઓ રહેલી છે,

X

નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા ડેમ પર પાવન સલીલા માઁ નર્મદાને ચૂંદળી અને શ્રીફળ અર્પણ કરી નીરના વધામણાં કર્યા હતા. હાલ સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તેમજ રિવરબેડ પાવર હાઉસમાંથી કુલ 18,41,319 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, ત્યારે નર્મદા ડેમ છલોછલ ભરાતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા ડેમ પર પાવન સલીલા માઁ નર્મદાને ચૂંદળી અને શ્રીફળ અર્પણ કરી નીરના વધામણાં કર્યા હતા.

નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે, જોકે, હજુ તેની સપાટી વધશે તેવી સંભાવનાઓ રહેલી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે નર્મદા ડેમ છલોછલ ભરી આપી ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના આ મંગલ પ્રસંગે મુખ્યમંત્રી રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા, અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કરવા સાથે વડાપ્રધાનને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.

Next Story