Connect Gujarat
ગુજરાત

નર્મદા: CM ભુપેન્દ્ર પટેલે ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંગે એક દિવસીય કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ

એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો.

X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને ક્ષમતાકેન્દ્રી બનાવવા સારસ્વતોએ અહીં સામૂહિક વિચાર મંથન કર્યું હતું.મુખ્યમંત્રીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રદર્શનને પણ ખુલ્લંષ મૂક્યું હતું.૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે પ્રિ-સમિટ તરીકે આયોજિત એક દિવસીય કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો જુની શિક્ષણ નીતિમાં નવા જમાનાને અનુરૂપ બદલાવ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, તે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે.આ વેળાએ નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે માર્ગદર્શિકાના રૂપમાં તૈયાર કરાયેલી 'NEP SoP' બૂકલેટનું તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલા બે પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું.

Next Story