New Update
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ
ડેમ મહત્તમ સપાટીથી 1 મીટર દૂર
ડેમની જળ સપાટી 137.67 મીટરે પહોંચી
ડેમમાં 75 હજાર ક્યુસેક પાણીની આવક
74 હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે નદીમાં
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1 મીટર દૂર છે
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાયો હતો. જોકે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે ડેમના ઉપરવાસમાંથી 75,438 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમની જળ સપાટી 137.67 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે ત્યારે ડેમ હવે તેની મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 1.2 મીટર જ દૂર છે. આ તરફ નર્મદા ડેમમાંથી નદીમાં 74,930 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે .નર્મદા ડેમનો માત્ર એક જ દરવાજો ખુલ્લો છે.તો આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 10.49 ફૂટની સામાન્ય સપાટીએ સ્થિર થઈ છે.
Latest Stories