નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન મળ્યા બાદ તેમના પત્ની શકુંતલા વસાવા અને પીએ જીતેન્દ્ર વસાવા સહિત 2 આરોપીઓને પણ જામીન મળ્યા છે, ત્યારે તેઓ જેલમાંથી મુક્ત થતાં ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા અને તેમના બાળકોએ શકુંતલા વસાવાને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 48 દિવસ બાદ જામીન મળ્યા છે. ત્યારબાદ 90 દિવસ પછી તેમના પત્ની શકુંતલા વસાવા અને તેમના પીએ જીતેન્દ્ર વસાવા સહિત 2 આરોપીઓને ગઇકાલે જામીન મળ્યા બાદ આજે જેલમાંથી મુક્ત થયા છે જેલમાંથી મુક્ત થતા સમયે ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા અને તેમના બાળકો પણ શકુંતલા વસાવાને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. જેલ બહાર આવતા શકુંતલા વસાવાએ પણ કહ્યું કે, ખોટી રીતે અમારા પર કેસ કરવામાં આવ્યો છે. જે સમયે ઘટના બની, ત્યારે હું ત્યાં જ હતી એવી કોઈ ઘટના બની જ નથી. ખોટો કેસ કરીને અમને જેલભેગા કરવામાં આવ્યા હતા. પણ આખરે સત્યની જીત થઈ છે, અને અમે જેલ બહાર આવ્યા છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની સાથે તેમના પત્ની શકુંતલા વસાવા પણ 3 મહિનાથી જેલમાં હતા, જ્યારે બીજા પત્ની વર્ષા વસાવા અને તેમના બાળકો બોગજ ગામે રહેતા હતા, ત્યારે વર્ષા વસાવાને ચૈતર વસાવાના બાળકો પૂછતાં હતા કે, મમ્મી પપ્પા ક્યારે આવશે, ત્યારે વર્ષાબેન બાળકોને કહેતા કે, 4-5 દિવસમાં આવી જશે. પછી જ્યારે 5 દિવસ વીતી ગયા પછી ફરી બાળકો સવાલો કરતા, ત્યારે આ 3 મહિના વર્ષાબેનને બાળકોને સાચવવામાં ઘણી તકલીફો પડતી હતી. બાળકોને કેવી રીતે સમજાવવા તે ખૂબ કઠીન હતું. પણ હવે જ્યારે બન્ને જેલમુક્ત થયા છે, ત્યારે બાળકો પણ ખૂબ ખુશ થયા છે, અને હવે પરિવાર સાથે રહીશું તેમ વર્ષા વસાવાએ જણાવ્યું હતું.