/connect-gujarat/media/post_banners/e45c6c03b50c34356b54dcbb3e4bea67b98d3fbe2033560ee46b09b8b4f8f756.jpg)
ભરૂચ અને નર્મદા જિલ્લામાં પુરથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે એવી માંગ સાથે સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ જેમાં અનેક ઘરોના સમાન સહિત બધુ ખલાસ થઈ ગયું.ખેતીને તો વ્યાપક નુકસાન થયું જે નુકસાની થઈ જેના વળતર રૂપે જે સહાય સરકારે જાહેરાત કરી તેનાથી ખેડૂતોને કોઈ લાભ નહીં થાય એવા આક્ષેપ કરવામાં આવ્યા છેત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાની આગેવાની લઈ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાજપના ધારાસભ્યો, ભરૂચ ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનોએ મુખ્યમંત્રીને ખેડૂતોના સહાયનું પેકેજ વધારવાની વાત કરી હતી