Connect Gujarat
ગુજરાત

નર્મદા : ભારતમાં કોરોનાથી મૃત્યુના WHOએ જાહેર કરેલા આંકડા મુદ્દે આરોગ્ય ચિંતન શિબિરમાં ચર્ચા...

ટેન્ટસિટી ખાતે ત્રિદિવસીય આરોગ્ય ચિંતન શિબિર યોજાય રોગ્યલક્ષી સેવાનો કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ ચિતાર આપ્યો

X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત ટેન્ટસિટી ખાતે ચાલી રહેલી ત્રિદિવસીય આરોગ્ય ચિંતન શિબિરમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોરોનાના કારણે ભારતમાં 5.24 લાખ લોકોના મૃત્યુ થયા હોવાનો WHOના નિવેદન મામલે થયેલા વિવાદ પર કોન્ફરન્સ દરમ્યાન ચર્ચા કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયા ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરના પ્રથમ દિવસે ઉદઘાટન સત્રમાં સૌના સ્વાગત, પરિચય વિધિ બાદ જુદા જુદા રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે થયેલ શ્રેષ્ઠ કામગીરીના પ્રેઝન્ટેશન ૨જૂ થયા હતા. ગતરોજ દ્વિતીય દિવસે બેઠક દરમ્યાન એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં WHOએ ભારત પર મૃત્યુના આંકડા બાબતે આ ઠરાવ પસાર કર્યો છે. ભારતના દરેક રાજ્યોમાં જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવે છે, અને 99.99 ટકા ચોકસાઈ રાખવામાં આવે છે.

ઉપરાંત WHOએ ભારતમાં કોરોનાના કારણે 47 લાખ લોકોના મોત થયા હોવાના જે આંકડા જાહેર કર્યા છે. જેની સામે ભારત સરકારે 5.24 લાખ લોકોના કોરોનાનાં કારણે મૃત્યુ થયા હોવાના આંકડા જાહેર કર્યા હતા. આ બાબતને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે કેવડિયા ખાતે આરોગ્ય વિભાગની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા સ્વાસ્થ્ય મંત્રીઓએ આ મુદ્દા લઈને ચર્ચાઓ કરી હતી.

Next Story
Share it