Connect Gujarat
ગુજરાત

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભૂકંપની માહિતીથી તંત્રથયું દોડતું, અંતે જાહેર થઈ મોકડ્રીલ

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટી પર ભૂકંપ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા

X

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટી પર ભૂકંપ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

નર્મદાના કેવડીયા ખાતે વિશ્વ પ્રવાસન નકશામાં અંકિત થયેલ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફેલાયેલી ભૂકંપની અફવાથી પ્રવાસી અને દર્શનાર્થીઓ દ્વારા ભાગદોડ મચી જવા પામી હતી.સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક મોકડ્રીલ કરવામાં આવી હતી સીઆઈએસએફ-મેડિકલ ઇમરજન્સી ટીમ અને સ્થાનિક પોલીસને સાથે રાખી આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યારેય અચાનક કોઈ આપત્તિ આવે કે કોઈ દુર્ઘટના થાય અને અહી પ્રવાસીઓ હોય તો ભાગદોડ મચી જાય અને કોઈને ઇજા થાય તો ૧૦૮ ની ટીમ કેટલી મિનિટમાં પોહચી શકે અને સારવાર કઈ રીતના કરી શકે તે બાબત ચકાસવામાં આવી હતી. આ દરમ્યાન કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હાજર રહ્યા હતા.

Next Story