/connect-gujarat/media/post_banners/a1753a3f8fe625dbab1d192e15b16b3d4d358eb56d3cf69f67f4367b83f87341.jpg)
રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે કોવિડ-19 હોસ્પિટલના બીજા મળે આઇસીયુ વોર્ડમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી
રાજપીપલામાં આર્યુવેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળે ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફરજ પરના તબીબી અધિકારી-સ્ટાફ અને પોલીસ-GRDના જવાનોએ ICU વોર્ડમાં સારવાર હેઠળના તમામ પાંચ દર્દીઓને તાત્કાલિક સ્ટ્રેચર થકી હોસ્પિટલમાંથી કોઇપણ જાનહાની વિના સલામત અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં સફળતા મળી હતી.
તાત્કાલિક ઓક્સિજન સપ્લાયથી તમામ જરૂરિયાત સમયસર પહોંચી ગઈ હતી. જો કે તંત્ર દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ આકસ્મિક ઘટના બને ત્યારે રાખવામા આવતી તકેદારીની સમીક્ષા કરવાં આવી હતી. આ મોકડ્રિલ અધિક કલેકટરના નિરીક્ષણ હેઠળ યોજાઇ હતી અને સુરક્ષા તેમજ તકેદારીના પગલાની સમીક્ષા કરવામાં આવી હતી