Connect Gujarat
ગુજરાત

નર્મદા : PM મોદીના હસ્તે વર્ષ 2018માં ખુલ્લા મુકાયેલા SOU પરિસરમાં પ્રથમવાર ધ્વજવંદન કરાયું...

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 76માં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી.

X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 76માં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં SOU સત્તા મંડળના ચેરમેન જે.પી.ગુપ્તાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગત તા. 31મી ઓક્ટોબર 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પરંતુ આજ દિન સુધી આ સ્ટેચ્યુ પરિસરમાં ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો નહોતો, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અને હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત આજે 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં SOU સત્તા મંડળના ચેરમેન જે.પી.ગુપ્તાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન વેળા પ્રવાસીઓ સાથે નર્મદા નિગમ, sou ઓથોરિટી અને CISFના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે જે.પી.ગુપ્તાએ સૌ દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story