/connect-gujarat/media/post_banners/353936b412e2b0cc639026225e1cf411c722637555bb026f5c38abe6ccaeea39.jpg)
નર્મદા જિલ્લાના સમસ્ત પુર અસરગ્રસ્ત ખેડૂતોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતાં થયેલ તારાજીથી ૧૦૦ % વળતર ચુકવવા માંગ કરી હતી
નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ખેડૂતોએ આજે એક રેલી કાઢી કલેકટર કચેરી પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા તેઓ ની માંગણી છે કે ગત ૧૭ / ૦૯ / ૨૦૨૩ ના ગોઝારા દિવસે સરદાર સરોવર ડેમમાંથી ૨૦ લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા નર્મદા કાંઠાના ગામોના ખેડૂતોના મહામુલો પાક નિષ્ફળ ગયેલો છે.જમીનનું ધોવાણ તથા જાનમાલ પશુ તથા ગરીબ આદિવાસીના મકાનો ધ્વસ્ત થઈ ગયા છે.તેમજ શૈક્ષણિક સંસ્થાઓને પણ ભારે નુક્શાન થયેલ છે, તથા નર્મદા જિલ્લાનો ખેડૂત તથા ખેતમજુર નિઃસહાય થયેલ છે.ખેતીના પાકને કરોડો રૂપિયાનુ નુકશાન થયુ છે ત્યારે ખેડૂતોને ૧૦૦ % વળતર મળે તેવી કાર્યવાહી કરવી,ઉપરાંત નુકસાન પામેલ તમામ ખેડૂતોને ત્રણ લાખ સુધીનું બેંકોનું દેવું માફ કરવા તેમજ નવો પાક ઉભો કરવા જમીન સુધારવા તેમજ ખેતરોની સાફ સફાઈ કરવા એકર દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવા ખેડૂતોની માંગ છે.