Connect Gujarat
ગુજરાત

નર્મદા: ગાયના છાણમાંથી મહિલાઓ દ્રારા બનાવવામાં આવી ગણેશજીની મૂર્તિ,જુઓ વિડીયો

ગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

X

ગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ પર્યાવરણ પ્રેમી આજે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાની લોકો પાસે અપેક્ષા રાખે છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામના પર્યાવણ પ્રેમી રાજેશ વસાવા પ્રતાપપરા ગામમાં હરિ અનમોલ ગૌશાળામાં દેશી ગાયના છાણમાંથી મહિલાઓ દ્રારા બનાવેલ ઈકો ફેંડલી ગણેશજીની મૂર્તિ બનાવે છે.આ વખતે 7000 થી વધુ મૂર્તિ બનાવી પર્યાવરણની જાગૃતિ માટેનો પ્રચાર કરે છે અને સાથે રોજગારી મેળવે પણ છે અને મહિલાઓને આ થકી તાલીમ અને રોજગારી પુરી પાડે છે.રાજેશભાઇ વસાવા એ જણાવ્યું હતું કે આ મૂર્તિનું ઘરમાં જ ડોલના પાણીમાં વિસર્જન કરી શકાય છે. અને ઓગળી ગયેલ પાણી છાણીયુ ખાતર બની જાય છે.એ ખાતર વાળું પાણી ખેતરમાં કે કુંડાના છોડમાં રેડી દેવાથી ઓર્ગેનિક ખાતર મળી જાય છે.આમ નદીને પ્રદુષિત થતી અટકાવી શકાય છે. હાલ તેઓ આવી મૂર્તિઓનું ઓર્ડર મુજબ વેચાણ પણ કરી રહ્યા છે.ઘરે ગણેશ સ્થાપના કરતા ભક્તોએ આવી ગાયના છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરી પ્રર્યવારણ પ્રેમી ભક્ત બની રહયા છે. આ પ્રતિમા રાજપીપળા ચંદ્રવિલા સોસાયટીમાં મળે છે

Next Story