Connect Gujarat
ગુજરાત

નર્મદા : ગૃહમંત્રી અમિત શાહે અચાનક બદલ્યો "પ્લાન", પોલીસતંત્રમાં મચી દોડધામ

અમિત શાહે કાર્યક્રમ બાદ અચાનક પ્લાન બદલતાં વહીવટી તથા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે

X

કેવડીયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યક્રમ બાદ અચાનક પ્લાન બદલતાં વહીવટી તથા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહયાં હતાં. સવારે 8 વાગ્યે અમિત શાહે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં વંદન કર્યા હતાં. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છા આપી હતી. આ અવસરે સ્ટેચ્યુ ખાતે પોલીસ પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં...

ગૃહમંત્રી અમિત શાહ તેમના નિર્ધારીત કાર્યક્રમ મુજબ કેવડીયાથી સવારે 11.30 વાગ્યે હેલીકોપ્ટરમાં આણંદ જવાના હતાં. કેવડીયા ખાતે કાર્યક્રમ પુર્ણ થયા બાદ તેઓ સરકીટ હાઉસ ખાતે પહોંચ્યાં હતાં. સરકીટ હાઉસ ખાતે પહોંચ્યા બાદ પોલીસે બંદોબસ્ત હટાવી લીધો હતો. સરકીટ હાઉસ પહોંચ્યા બાદ અમિત શાહે પ્લાન બદલ્યો હતો અને તેઓ તેમના પત્ની સાથે જંગલ સફારી જોવા રવાના થયાં હતાં. જંગલ સફારી ખાતે તાત્કાલિક અસરથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Next Story
Share it