/connect-gujarat/media/post_banners/753628edc8b1bac9f3674bc7725194048459a7c41b9da4d258f92c95a0e041eb.jpg)
નર્મદા જિલ્લામાં ચોમાસાની સીઝનમાં સાતપુડા અને વિંધ્યાચલ પર્વતની ગિરિમાળાઓએ જાણે લીલીચાદર ઓઢિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે પ્રવાસીઓ ઝરવાણી ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે નર્મદા જિલ્લામાં ચોમાસાની સીઝનમાં સાતપુડા અને વિંધ્યાચલ પર્વતની ગિરિમાળા ઓ જાણે લીલીચાદર ઓઢિલીધી હોય એમ કુદરતી સૌંદર્ય શોળે કળાએ ખીલી ઉઠે છે અને એજ સુંદર વાતાવરણ પ્રવાસીઓને ઘેલું લગાવે છે. જેમાં ખાસ ચોમાસાની સીઝનમાં વિંધ્યાચલની ગિરિમાળામાંથી વહેતા ઝરણાં આકર્ષણ જમાવે છે.
ઝરવાણી ગામ પાસે 40 ફૂટની ઉંચાઈથી પડતા પાણીના ધસમસતા પ્રવાહ ઝરવાની ધોધમાં પરિણમેં છે જે સુંદર આહલાદક દ્રષ્ય પ્રવાસીઓને ખેંચી લાવે છે. નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે એટલે ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય ખુબ સુંદર જોવા જેવું હોય છે. જંગલ વિસ્તારમાં પડતા કુદરતી ધોધ પ્રવાસીઓ ની આકર્ષણ વધારે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 20 જેટલા વિવિધ પ્રોજેક્ટો સાથે આજુબાજુના આકર્ષણ ના સ્થળો છે જેમાં સૌથી વધુ સૌંદર્ય ધરાવતો ઝારવાણી ધોધ ખળખળ વહેતા ઝરણાની અંદરથી ચાલતા જવાનું ઝરવાની ધોધની વાંછટ આવે એવા દૂર પાણીથી ભરાયેલા છીછરા તળાવમાં નાહવાની મજા પણ માણતા પ્રવાસીઓ નજરે પડી રહ્યા છે