નર્મદા:PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, એક્તા પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી હતી

નર્મદા:PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, એક્તા પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી હતી

ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે સરદાર જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા એકતા નગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરદાર સાહેબની પ્રતીમાને પુષ્પાંજલિ આપી હતી અને એકતા પરેડનું નીરિક્ષણ કર્યું હતું. બાદમાં ઉપસ્થિત મેદનીને સંબોધન કરતાં વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે, કારણ કે આ વિચારધારા ખતરનાક છે. તેમણે ચંદ્રયાનથી લઈ ઓલિમ્પિક સુધી ભારતની યશગાથાનું વર્ણન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારાં 25 વર્ષને ભારતનો નવો અમૃતકાળ ગણાવ્યો હતો તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે દેશમાં ચૂંટણીનો માહોલ છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. એક જૂથ એવું છે જેને સકારાત્મક રાજનીતિ કરવી નથી. આ જૂથ પોતાના સ્વાર્થ માટે દેશની એકતા તોડી શકે છે. આ પડકારો વચ્ચે તમારી, મારા દેશવાસીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઈ ગઈ છે. આ લોકો પોતે એકજૂટ થઈને દેશની તાકાત તોડવા માગે છે. 

#Gujarat #CGNews #Narmada #PM Narendra Modi #celebration #National Unity Day #Ekta parade #Sardar Patel Jayanti
Here are a few more articles:
Read the Next Article