Connect Gujarat
ગુજરાત

નર્મદા: ડેડીયાપાડા ખાતે CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં કૌશલ્યવર્ધન કેન્દ્રનું કરાયુ લોકાર્પણ,AAP-BTP પર કર્યા પ્રહાર

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં યોજાયો કાર્યક્રમ કૌશલ્યવર્ધન કેન્દ્રનું કરાયુ લોકાર્પણ CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

X

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં કૌશલ્યવર્ધન કેન્દ્રનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૌશલ્યવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું અને કૌશલ્ય કેન્દ્રની મુલાકાત કરી પૌષ્ટિક આહારનો ટેસ્ટ પણ માણ્યો હતો સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે વન મંત્રી કિરીટસિંહ રાણા, જગદીશ વિશ્વકર્મા, આદિજાતિ મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના આગેવાનો અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સી.એમ.ભુપેન્દ્ર પટેલે આપ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં સુરક્ષા સાથે શિક્ષણ પણ ઘણું મહત્વનું છે અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મંચ પર ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવા પણ જોવા મળતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા

Next Story