Connect Gujarat
ગુજરાત

નર્મદા: કેવડીયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, રક્ષામંત્રી રાજનાથસિંહ રહ્યા ઉપસ્થિત

કેવડીયા કોલોની ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, રક્ષામંત્રી રાજનાથસિંહ,સી.એમ.વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત.

X

કેવડીયા કોલોની ટેન્ટ સિટી ખાતે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને સી.એમ.વિજય રૂપાણી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને તેમણે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.

સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સદસ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સીઆર પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો જોડાયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલાં વિવિધ વિકાસકામો તથા પ્રોજેક્ટ અંગે નેતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્ત્વના કાર્યકરને ટેબ્લેટ અપાયાં હતાં. આ ટેબ્લેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Next Story