Connect Gujarat
ગુજરાત

નર્મદા : દારૂ-જુગારના અડ્ડા ચલાવનારાઓ મને ચૂંટણીમાં પાડી દેવાની વાત કરે છે : સાંસદ મનસુખ વસાવા

જંગલની જમીન પર ખેડાણ બાબતે વન કર્મીને ઘરે બોલાવી તેના પર હુમલો કરી, ખંડણીની સાથે એક રાઉન્ડ ફાયરિંગ કરતા નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હાલ ગુનો નોંધાયો છે.

X

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ફુલસર ગામ ખાતે ભાજપની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જીલ્લામાં દારૂ-જુગારના અડ્ડા ચલાવનારાઓ તેમજ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા.

જંગલની જમીન પર ખેડાણ બાબતે વન કર્મીને ઘરે બોલાવી તેના પર હુમલો કરી, ખંડણીની સાથે એક રાઉન્ડ ફાયરિંગ કરતા નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હાલ ગુનો નોંધાયો છે. જોકે, AAPના ધારાસભ્ય છેલ્લા ઘણા દિવસોથી ફરાર છે, જેને લઈને પોલીસ પણ તેઓને શોધી રહી છે, ત્યારે ડેડીયાપાડાના ફુલસર ગામે ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, નાની-મોટી કચેરીઓમાં ગરીબ આદિવાસીઓ કામ કરે છે, એમને ધમકાવવા કરતા સહકારથી કામ કરવું જોઈએ. અગાઉની સરકારમાં આદિવાસીઓને જંગલની જમીનો નહોતી મળતી, જે ભાજપ સરકારે અપાવી છે. આદિવાસીઓને જે લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેમનાથી સાવધાન રહેવા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. વધુમાં સાંસદે જણાવ્યુ હતું કે, ડેડીયાપાડા-સાગબારા વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારા મને ચૂંટણીમાં પાડી દેવાની વાત કરે છે, પરંતુ હું સાચો છું, મને પાડવાની એમનામાં તાકાત નથી. આસામમાં આવું બોલનારને બંદૂકથી ઉડાવી દેવામાં આવે છે, મેં ત્યાં જઈને પણ દારૂ બંધીની વાત કરી છે. જંગલની જમીનો જેમની બાકી છે, તેમને અમે જ અપાવીશુ, અને જેની સરકાર નથી એ ક્યાંથી અપાવશે કહી AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા.

Next Story