Connect Gujarat
ગુજરાત

નર્મદા: મોન્સૂન મેઘ મલ્હાર પર્વને ખુલ્લો મૂકવામાં આવ્યો,અનેક આગેવાનો રહ્યાં ઉપસ્થિત

મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-2023ને શનિવારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

X

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પ્રવાસન નિગમ લિમટેડ દ્વારા એકતાનગરના આંગણે નર્મદા ડેમ વ્યૂહ પોઇન્ટ- 1 ખાતે 2 થી 10 સપ્ટેમ્બર 2023 દરમિયાન યોજાનારા મોન્સૂન મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પ્રવાસન નિગમ લિમટેડ દ્વારા એકતાનગરના આંગણે નર્મદા ડેમ વ્યૂહ પોઇન્ટ- 1 ખાતે 2 થી 10 સપ્ટેમ્બર 2023 દરમિયાન યોજાનારા મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-2023ને શનિવારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત નર્મદા પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, એસઓયુના કલેકટર હિમાંશુ પરીખ,શિવમ બારીયા સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.મોન્સૂન મેઘ મલ્હાર પર્વની ઉજવણી પ્રસંગે પ્રથમ દિવસે એસઓયુ પાસે મેરેથોન સાથે સાંસ્કૃતિક કલ્ચર દર્શાવતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત મહેમાનો તેમજ એસઓયુ, પ્રવાસન વિભાગના આધિકારીઓ હાજર રહી તમામે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. મોન્સૂન મેઘ મલ્હાર પર્વની ઉજવણી 9 દિવસ સુધી થવાની છે. ત્યારે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર સાથે અનેકવિધ સ્પર્ધાઓ તથા પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુતિ, ક્રાફ્ટ સ્ટોલ અને કુંડ સ્ટોલ, મોન્સુન થીમ પર સુશોભન તેમજ યોગા ક્લાસીસ, ક્વિઝ કોન્ટેસ્ટ, સેમિનાર, વિવિધ રમતો, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, ફોટોગ્રાફી કોમ્પિટિશન, મનોરંજન પ્રવૃત્તિઓ, એડવેન્ચર એક્ટિવિટી વગેરેમાં સહભાગી બન્યાં હતાં.

Next Story