New Update
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગુવાર ગામની સીમમાં થયેલ યુવાનની હત્યા નો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે, પ્રેમિકાના અન્ય યુવાન સાથે આડાસંબંધ આશંકાએ યુવાનની ધારિયાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગુવાર ગામે રહેતા 30 વર્ષીય મિતેષ ગત તારીખ 9 જુલાઈ 2024 ના રોજ ઘરે થી સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં લાછરસ ગામે વાળ કપાવવા માટે ગયો હતો,અને ત્યારબાદ મોડી રાત સુધી પોતાના ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતા ગ્રસ્ત બની ગયા હતા,અને ઘરના સભ્યો દ્વારા મિતેષની સઘન શોધખોળ કરવામાં આવી હતી,પરંતુ કોઈ જ સઘળ મળ્યા ન હતા. જોકે બીજા દિવસે 10 જુલાઈના રોજ લાછરસ ગામ થી ગુવાર ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં મિતેષની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મૃતક મિતેષની માતા સુમિત્રાબેન તડવી દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરવામાં આવી હતી,પોલીસે ઘટના માં હત્યાનો ગુનો નોંધીને ગુનાનો ભેદ ઉકેલવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
રાજપીપળા એલ.સી.બી., એસ.ઓ.જી. અને રાજપીપળા પોલીસની ટીમ દ્વારા લાછરસ તથા ગુવાર ગામ રોડ ઉપર આવેલ તમામ ફાર્મ હાઉસ ઉપરના સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તલસ્પર્શી તપાસ શરુ કરવામાં આવી હતી,અને મૃતકના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવી હતી. તેમજ હ્યુમન્સ સર્વેલન્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.જેમાં લાછરસ ગામમાં રહેતી યુવતી સાથે મૃતક મિતેષ તેના ઘરમાં બેઠો હતો જે અંગેની જાણ યુવતીના પ્રેમી ઈશ્વર ઉર્ફે ગુલો રમણ તડવીને થતા તેને મિતેષના પોતાની પ્રેમિકા સાથે આડાસંબંધ હોવાની આશંકા વ્યક્ત કરી હતી,અને પોતાના મિત્ર નૈનેશ ગોપાલ તડવીને સાથે રાખીને ગુવાર ગામની સીમમાં મિતેષને ધારિયા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું,તેથી ઈશ્વર ઉર્ફે ગુલો તડવી અને તેના મિત્ર નૈનેશ ગોપાલની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી હતી.
Latest Stories