Connect Gujarat
ગુજરાત

નર્મદા : ગરૂડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતી યોજાય, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત...

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદી નર્મદા આરતી, દીપોત્સવ સહિત રીવર મશાલના કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હાથ ધરાયેલ પંચ દિવસીય નદી ઉત્સવની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને નર્મદા જીલ્લામાં મા નર્મદા નદીના સાનિધ્યમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કરજણ જળાશય યોજના સિંચાઇ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશભક્તિની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આવનારી પેઢીઓને પણ તેનો લાભ મળે તે માટે તમામ નદીઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની સાથે નદીઓની સ્વચ્છતા જાળવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. નદીઓ થકી જ અનેક સજીવ સૃષ્ટિનુ નિર્માણ થયું હોવાની સાથે પર્યાવરણ નહીં રહે તો મનુષ્યનું અસ્તિત્વ પણ ખૂબ જ મુશ્કેલીવાળું બની જશે. નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી સમાન છે, ત્યારે અનેક ગામડા અને શહેરો નદી કિનારે વસતા હોવાથી પીવાનું શુદ્ધ પાણી આપવાની સાથે લોકોને સ્વરોજગારી પણ નદીએ આપી હોવાનું રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.

Next Story
Share it