Connect Gujarat
ગુજરાત

નર્મદા : હવે, નોધારાઓને મળશે વિશેષ સુવિધા, રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે રૈન બસેરાનું ભૂમિપૂજન

નર્મદા જીલ્લાના રાજપીપળા શહેર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી સહિત મહાનુભાવોના હસ્તે રૈન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

X

નર્મદા જીલ્લાના રાજપીપળા શહેર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી સહિત મહાનુભાવોના હસ્તે રૈન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ મનસુખ વસાવા સહિત રાજપીપળાના યુવાન કુલદીપસિંહ ગોહિલના હસ્તે નર્મદા જીલ્લાના રાજપીપળા શહેર ખાતે રૈન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ રૈન બસેરામાં આધાર વગરના એટલે કે, નોધારા લોકોને રહેવા-જમવા સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે રાજપીપળા શહેર હવે વિશ્વ ફલક પર પ્રસિદ્ધ થઈ રહ્યું છે, જ્યાં 4 લેન રસ્તાથી લઈને સી-પ્લેન સુધીની સુવિધા ઊભી કરવામાં આવી છે. જોકે, સી-પ્લેનની પુનઃ સેવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા થઈ ગઈ છે. જેથી અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનની સફર ફરીથી શરૂ થશે, જ્યારે રાજપીપળા અને અંકલેશ્વર ખાતે પણ હવે ટૂંક સમયમાં જ એરસ્ટ્રીપ શરૂ થશે. જેથી આવનારા દિવસોમાં આ બન્ને વિસ્તારને ખૂબ મોટો ફાયદો થવાનો છે.

Next Story