નર્મદા: એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું કરાયુ વાવેતર, હરિયાળું એકતાનગર બન્યું આકર્ષણનું કેન્દ્ર

PM નરેન્દ્રભાઈ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

New Update
નર્મદા: એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું કરાયુ વાવેતર, હરિયાળું એકતાનગર બન્યું આકર્ષણનું કેન્દ્ર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

રાજપીપળા વડાપ્રધાનના ક્લિન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાના વિઝનને સાકર કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રીનિંગ એકતાનગર અભિયાન હાથ ધરાયુ છે.જે અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રત્યેક રસ્તાની આજુબાજુ અને રોડની વચ્ચેના ભાગે 1.25 લાખથી વધુ 60 પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન એકતાનગર બનાવવામાં આવ્યું છે.જે હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. SOU એકતાનગરના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરના 12 કિ.મીના વિસ્તારમાં 60 જેટલી પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન એકતાનગર બનાવવામાં આવ્યું છે. જેના કારણે વિશ્વભરના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રીન એકતાનગર આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.પ્રકૃતિ, સંસ્કૃતિ અને જળ સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ થઈ રહ્યો છે જે પ્રવાસીઓમાં નવી તાજીગીનો સંચાર કરે છે.કેવડિયામાં પ્રદુષણની માત્રા ઓછી કરવા માટે ધીમે ધીમે પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનોના બદલે ઇલેકટ્રીક વાહનોની સંખ્યા વધારવામાં આવી રહી છે. વૃક્ષોની સંખ્યામાં વધારો થવાથી પર્યાવરણીય સંતુલા પણ જળવાશે.   

Latest Stories