ગુજરાતના આદિજાતિ વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ અને બાળકો કુપોષિત ન રહે તે માટે "પોષણ સુધા યોજના" શરૂ કરવામાં આવી છે.તો આવો તમને તેના વિશે અને તેના લાભાર્થીઓ વિશે અવગત કરાવીએ..
આ છે નર્મદા જિલ્લાના વાવડી ગામના આંગણવાડી કેન્દ્ર જ્યાં દરરોજ સગર્ભા અને ધાત્રી માતાઓને બપોરના સમયે નિયમિત એક સમયનું પૌષ્ટિક ભોજન પુરુ પાડવામાં આવે છે.અહિં આંગણવાડીમાં સગર્ભા માતાની આયર્નની ઉણપ ન રહે તે માટે ટેબલેટ પણ અપાય છે.
"પોષણ સુધા યોજના" ની વાત કરીએ તો આ યોજના પ્રાયોગિક ધોરણે દેડિયાપાડા તાલુકાના ગામોમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 18 જૂન 2022ના રોજ વડોદરા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યના આદિજાતિ તાલુકાઓમાં આ યોજના લાગુ કરાઈ હતી અને આજે તે રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના કુલ 106 તાલુકાઓમાં અમલી છે. સ્વસ્થ ગુજરાતથી સ્વસ્થ ભારતના નિર્માણ કરવાના આશયથી સગર્ભા બહેનો અને બાળકોને પોષણ પુરૂ પાડવામાં આવે છે. જેથી આદિવાસી જિલ્લાની બહેનો માટે "પોષણ સુધા યોજના" આશીર્વાદરૂપ બની છે.