Connect Gujarat
ગુજરાત

નર્મદા:કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ પહોંચ્યા,તંત્રનું આયોજન સફળ

કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે 31 જેટલા પ્રોજેકટ પ્રવાસીઓની પહેલી પસંદગી બનતાં જાય છે.

X

કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે 31 જેટલા પ્રોજેકટ પ્રવાસીઓની પહેલી પસંદગી બનતાં જાય છે. ચાલુ વર્ષે દિવાળીના પાંચ દિવસમાં કેવડિયાની મુલાકાતે 2.78 લાખ પ્રવાસી આવ્યાં હતા. દર વર્ષે દિવાળીમાં આવતાં પ્રવાસીઓ કરતા ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ચાર વર્ષના ટૂંકા ગાળામાં દોઢ કરોડ થી વધુ પ્રવાસીઓની સંખ્યા પાર કરી દીધી છે. 31 મી ઓક્ટોબર 2018 ના રોજ જ્યારે વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું ત્યાર થી અત્યાર સુધી જોઈએ તો પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નવેમ્બર 2023 સુધીમાં 60 લાખ પ્રવાસીઓ પાર થઈ ગયા છે.દિવાળી વેકેશનમાં અત્યાર સુધીમાં 5 લાખ પ્રવાસીઓ નોધાઇ ચૂક્યા છે. હોટેલ ટેન્ટ સિટીઓ માં પણ હાઉસ ફૂલ દિવાળી ગઈ હોય પ્રવાસીઓ માટે ખાસ વ્યંજનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓની સંખ્યા આ દિવાળી વેકેશનમાં આવી છે.

Next Story