Connect Gujarat
ગુજરાત

નર્મદા: 21 ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણી વચ્ચે ફસાયેલ 12 ખેડૂતોનું કરાયું હતું રેસક્યું ઓપરેશન

નર્મદામાં અતિભારે વરસાદ વચ્ચે NDRF-SDRFની ટીમના સભ્યો દ્વ્રારા 12 ખેડૂતોનું રેકસ્યું ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો હતો

X

નર્મદા જીલ્લામાં અતિભારે વરસાદ વચ્ચે NDRF અને SDRFની ટીમના સભ્યો દ્વ્રારા 12 ખેડૂતોનું રેકસ્યું ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતો અને જવાનોએ તેમની આપવીતી વર્ણવી હતી.

નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હતો જેમાં ખાસ કરીને ડેડીયાપાડા અને સાગબારા માં 12 કલાકમાં 21-21 ઇંચ વરસાદ બન્ને તાલુકામાં પડતા કરજણ ડેમ ઓવરફલૉ થયો હતો અને કરજણ ડેમમાંથી એકસાથે 2 લાખ 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે નર્મદાના સમગ્ર જિલ્લામાં અભૂતપૂર્વ વરસાદના કારણે નર્મદા જિલ્લામાં એક NDRF અને ચાર SDRFની રેસ્ક્યુ ટીમ આપી છે .જોકે આ ટીમોએ અદભુત કામ કરી બાતવ્યું હતું કરજણ નદી પાસે ખેતરમાં ગયેલ 12 ખેડૂત પાણી અચાનક આવી જતા ફસાયા હતા જેને રાત્રે 11 કલાકે NDRF અને ચાર SDRF ટીમે રેસ્ક્યુ તમામને બચાવી લેવામાં આવ્યા હતા.

Next Story